ડાંગ જિલ્લા આરોગ્ય શાખા ખાતે PC&PNDT Act અંતર્ગત ડીસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમીટીની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ડાંગ

   PC&PNDT Act અંતર્ગત આજ રોજ ડીસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમીટીના અધ્યક્ષા શ્રીમતી સુનિતાબેન બાગુલના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાં ડીસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમીટી મીટીંગ યોજાઇ હતી. 

આ બેઠકમાં બ્લુ-બ્લડ હોસ્પિટલ,સાકરપાતળના નવા રજીસ્ટ્રેશન અંગેની મંજુરી તથા અધિક નિયામકશ્રી ગાંધીનગરના પરિપત્ર તા.૨૦/૧૧/૨૦૨૫ અંવયે જિલ્લામાં સંલગ્ન તમામ સંસ્થાઓ The PC & PNDT Act અંતર્ગત રજીસ્ટ્રેશન થયેલ સંસ્થા દ્વારા ઓનલાઇન ભરવામાં આવતા ફોર્મ-એફની ઓનલાઇન એન્ટ્રીમાં ફરજીયાત ટેકો આઇ.ડી,આભા આઇ.ડી તથા રિફર-સ્લિપ અપલોડ કરવા માટેની ચર્ચા તથા The PC & PNDT Act રજીસ્ટ્રેશન ફીમાંથી થયેલ ખર્ચની ચર્ચા તેમજ વધુમાં ચર્ચા કરતા, ડાંગ જિલ્લા ખાતે The PC & PNDT Act-1994 કાયદાનું ઉલ્લઘંન ન થાય તે બાબતની વિષેશની કાળજી લેવા તમામ કમિટિ સભ્યોશ્રીઓ તથા સબ ડિસ્ટ્રીક્ટ એપ્રોપ્રિએટ ઓથોરીટીશ્રીઓને અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા સુચના આપવામા આવી હતી.

આહવા ખાતે યોજાયેલ PC&PNDT Act અંતર્ગત ડીસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમીટીની બેઠકમાં શ્રીમતી સુનિતાબેન બાગુલ, ચેરમેનશ્રી- ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટી, ર્ડા.હેમાશું ગામીત એપ્રોપ્રિએટ ઓથોરીટી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, ર્ડા.અનુરાધા ગામીત તાલુકા આરોગ્ય અધિકારી, ર્ડા.ધર્મેશ પવાર, ઇ.ચા.તાલુકા આરોગ્ય અધિકારી સુબીર, ર્ડા.નિલકેતુ પટેલ રોગચાળા નિયંત્રણ અધિકારી આરોગ્ય શાખા ર્ડા.દિલિપ ચૌધરી બાળરોગ નિષ્ણાત, ર્ડા.ધારા પટેલ સ્ત્રીરોગ નિષ્ણાત સિવીલ હોસ્પિટલ, તથા પટેલ ઉમાકાન્ત જી PC&PNDT એક્ટ પ્રોગ્રામ આસીસ્ટંટ હાજર રહ્યાં હતા.

Related posts

Leave a Comment