ગાંધીનગર ખાતે ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL)માં ડૉક્ટર, નર્સ, જુનિયર ઈજનેર, પ્લાન્ટ અટેન્ડન્ટ, જુનિયર આસિસ્ટન્ટ સહિત કુલ 292 ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરાયા

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

     ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે તેમજ રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL)માં ડૉક્ટર, નર્સ, જુનિયર ઈજનેર, પ્લાન્ટ અટેન્ડન્ટ, જુનિયર આસિસ્ટન્ટ સહિત કુલ 292 ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરાયા.

ઊર્જા વિભાગના કર્મયોગીઓ વિવિધ આપત્તિ સમયે જીવના જોખમે 24×7 કામ કરીને જરૂરિયાતવાળા વિસ્તારમાં ઝડપી વીજળી પુનઃસ્થાપિત કરવાનું ભગીરથ કામ કરે છે, જે હંમેશાં પ્રશંસનીય છે : મંત્રી ઋષિકેશભાઈ પટેલ

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047ના રોડ મેપને સાકાર કરવામાં આપણે સૌ પોતાનું મહત્તમ યોગદાન આપીએ તેવું આહ્વાન કરતા મંત્રીએ સૌ નવનિયુક્ત ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી.

Related posts

Leave a Comment