ધી લેડી વિલ્સન મ્યુઝિયમ ધરમપુરનાં 98મા સ્થાપના દિવસ તથા રાષ્ટ્રીય પ્રવાસન દિવસની ઉજવણી

હિન્દ ન્યુઝ, વલસાડ 

      રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય હેઠળ નિયામક સંગ્રહાલયની કચેરી, ગાંધીનગર સંચાલિત ધી લેડી વિલ્સન મ્યુઝિયમ, ધરમપુર, જી. વલસાડ અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત સંલગ્ન સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, ખેરગામ, જી. નવસારીના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ તથા ધી લેડી વિલ્સન મ્યુઝિયમના 98મા સ્થાપના દિવસના ઉપક્રમે તા. ૩૧/૦૧/૨૦૨૬ના રોજ હેરીટેજ વૉક તથા મ્યુઝિયમ વૉકનું આયોજન કરવામાં આવ્યું.

       હેરીટેજ વૉક અંતર્ગત ધરમપુરના રાધાકૃષ્ણ મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, ધી લેડી વિલ્સન મ્યુઝિયમ અને રાજ્યારોહણ ગેટનો પરિચય આપવામાં આવ્યો હતો, જેના માધ્યમથી વિદ્યાર્થીઓને દેશની વિરાસતો અને ધરોહરો વિશે વિગતવાર સમજ આપવામાં આવી.

      મ્યુઝિયમ વૉક અંતર્ગત ધી લેડી વિલ્સન મ્યુઝીયમની ડોક્યુમેન્ટરી ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું તથા મ્યુઝિયમના ક્યુરેટર ઇન્દ્રા વત્સ મેડમ એ ગાઈડેડ ટૂર કરાવી હતી. જેમાં મ્યુઝિયમનું સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે મહત્વ સમજાવતાં વિદ્યાર્થીઓને મ્યુઝિયમની માહિતીસભર જાણકારી આપવામાં આવી.

      કાર્યક્રમના અંતે હેરીટેજ વૉક તથા મ્યુઝિયમ વૉક અંગે પ્રશ્નોતરી યોજવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ અભૂતપૂર્વ ઉત્સાહ અને જોડાણ દર્શાવ્યું હતું.

વલસાડ જીલ્લા બ્યુરોચીફ : મહેશ ટંડેલ

Related posts

Leave a Comment