સી.આર.સી પીઠડ પરિવાર દ્વારા બાળકોને માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું,

જોડિયા,

હાલના દિવસોમાં કોરોના ના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે જોડિયા તાલુકા ના સી.આર.સી પીઠડ પરિવાર દ્વારા સી.આર.સી પીઠડ ની 10 શાળાના તમામ બાળકોને 1000 માસ્ક આપવામાં આવ્યા.
હાલ શાળા બંધ હોય, શાળાના બાળકોને ઘરે શીખીએ સાહિત્ય, એકમ કસોટી અને માર્ગદર્શન માટે શિક્ષકો બાળકો ની મુલાકાત લઈ રહ્યા હતા ત્યારે એવું જોવા મળતું હતું કે વધુ પડતા બાળકો માસ્ક કે રૂમાલ બાંધતા ન હતા. આ બાબત સી.આર.સી. પીઠડના સી.આર.સી.કો-ઓર્ડીનેટર વિરડા અજયકુમાર, પીઠડ તાલુકા શાળાના આચાર્ય જીનેશભાઈ વખારિયા, મેઘપર તાલુકા શાળાના આચાર્ય સુધાબેન, તમામ શાળાના આચાર્યો અને તમામ શિક્ષકો સાથે ચર્ચા થઈ અને બધાએ મળીને એવું નક્કી કર્યું કે આવા બાળકોને સીઆરસી પીઠડ પરિવાર વતી માસ્ક આપવામાં આવશે, અને તમામ શાળાના બાળકોને માસ્ક આપવામાં આવ્યા.

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment