હિન્દ ન્યુઝ, જસદણ
દિવાળીના દિવસે કેબિનેટ મંત્રી કુવરજી બાવળીયા, નગરપાલિકાના પદાધિકારી, ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો સાથે જસદણના મેઈન બજારમાં તેમજ આજુબાજુના વેપારીઓને શહેરીજનોને દિવાળી અને નવા વર્ષની શુભકામના પાઠવવામાં આવી. બધાને રૂબરૂ મળી રામ રામ કહ્યા સાથેજ વોકલ ફોર લોકલ નો એટલે સ્વદેશી વસ્તુઓનું વેચાણ અને ઉપયોગ કરવા સંદેશો પાઠવેલ. આ શુભેચ્છા મુલાકાતમાં નગરપાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી, શહેર ભાજપના પ્રમુખ વિજયભાઈ રાઠોડ, પૂર્વ પ્રમુખ અનિલભાઈ મકાણી, નગરપાલિકાના પૂર્વ ચેરમેન પંકજભાઈ ચાવ તેમજ સંગઠનની ટીમ જોડાયેલ હતી.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ
