દાહોદ જિલ્લાના લીમખેડા અને દેવગઢ બારીયા તાલુકાના વિવિધ ગામોમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઇ

હિન્દ ન્યુઝ, દાહોદ

      દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અંગે તાલીમ આપવામાં આવી રહી છે. સાથે પ્રાકૃતિક ખેતીના પાકમાં ઉપયોગી જેવા કે, જીવામૃત ઘન જીવામૃત, બીજામૃત સહિતના પાંચ આયામો ઘરે જ તૈયાર કરવામાં માટે સમજણ આપી ખેડુતોની હાજરીમાં જીવામૃત ઘન જીવામૃત બનાવતા શીખવે છે. સાથે પ્રાકૃતિક ખેતી કરવાથી થતા ફાયદાઓ વિશે સમજાવી રહ્યાં છે કે, પ્રાકૃતિક રીતે પકવેલા ફળફળાદી શાકભાજી અને અનાજ ગુણકારી તેમજ રોગમુક્ત છે. જેથી તમામ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ જેનાથી આપણા અને આપણા પરિવારના સ્વાસ્થ્ય સુધરી શકે સાથે તંદુરસ્ત રહી શકીએ છીએ. સાથે જ તાલીમ દરમિયાન ખેડૂતમિત્રોને જીવામૃત અને ઘન જીવામૃત બનાવી તેનો છંટકાવ કઈ રીતે કરવો સાથે તેના ઉપયોગ વિશે સંપુર્ણ માહિતી આપવામાં આવી હતી. તેમજ તાલીમમાં ઉપસ્થિત રહેલા તમામ મિત્રો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે જરૂરી સલાહ સુચન કર્યા હતા. આ તાલીમ નોન મિશન કૃષિ સખી, CRP ભાઇઓ, આત્માં પ્રોજેક્ટના કર્મચારીઓ દ્વારા આપવામાં આવી રહી છે.

Related posts

Leave a Comment