કાલઈ અને મરોલી ગામ ખાતે “એક દિવસ એક કલાક એક સાથે” નાં સૂત્ર સાથે મહા શ્રમદાન કાર્યક્રમ યોજવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, ઉમરગામ

    ઉમરગામ તાલુકાના કાલઈ અને મરોલી ગામ ખાતે પંડિત દિન દયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે સ્વચ્છોત્સવ થીમ અંતર્ગત વિવિધ સ્વચ્છતાના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ લલીતાબેન દુમાડા, કારોબારી અધ્યક્ષ, મહામંત્રી, સભ્યઓ, આંગણવાડી વર્કર, સરપંચ, ઉપસરપંચ, તલાટી, ગ્રામજનો તેમજ SBMના કર્મચારીઓ હાજર રહ્યા હતા. “એક દિવસ એક કલાક એક સાથે” નાં સૂત્ર સાથે મહા શ્રમદાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સામુહિક સાફસફાઈ, સ્વચ્છતા સેલ્ફી પોઈન્ટ, સ્વચ્છતા શપથ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. 

Related posts

Leave a Comment