હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ ખાતે ૧૦૭-બોટાદ વિધાનસભાના શક્તિ કેન્દ્ર 19 બુથ નં. 229 230 231 237 238 ખાતે, ઉત્કૃષ્ટ સંગઠનકર્તા અને પ્રખર રાષ્ટ્રવાદી વિચારક, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પહાર અર્પણ કરી ભાવાંજલિ અર્પણ કરી.
શ્રદ્ધેય દીનદયાળજીનો ‘અંત્યોદય’ અને માનવતાવાદી વિચારધારાનો વારસો ભારતીય રાજનીતિમાં સદા માર્ગદર્શન આપતા રહેશે.
આ પવિત્ર અવસરે, ‘અંત્યોદય દિવસ’ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના આહ્વાન ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત સામૂહિક વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો પણ કરવામાં આવેલ.
રિપોર્ટર : વિજય કુકડિયા, બોટાદ
