હિન્દ ન્યુઝ, ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારો માટે ‘ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના’નો પ્રારંભ કરાવ્યો; આ સાથે જ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે 94 નવી 108 એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું.
ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારોને રૂ. 10 લાખ સુધીની કેશલેસ તબીબી સારવારનો લાભ મળશે, જે તેમની સ્વાસ્થ્ય સુખાકારી સુનિશ્ચિત કરશે.
