હિન્દ ન્યુઝ, જામનગર
કપાળે તિલક, ગૌમૂત્રનો છંટકાવ, માતાજીનો પ્રસાદ અને ગરબીમાં આવ્યા લોકો ના આઇકાર્ડ ચેક કરવા તથા ગાયકો, મ્યુઝિક પાર્ટી, ઇલેક્ટ્રિક, મંડપ સર્વિસ, બાઉન્સર, સિક્યુરિટી હિન્દુ જ રાખવા હિન્દુ સેના દ્વારા આયોજકોને વિધર્મી મુક્ત નવરાત્રી કરવા કડક શબ્દોમાં આપ્યો સંદેશો
નવરાત્રી આવી રહી છે, ગુજરાતના અનેક જિલ્લાઓમાં લવ જિહાદને લઈ જાગૃત્તા ચલાવાઇ રહી છે ત્યારે હિન્દુ સેના એ જામનગર ખંભાળિયાનાકા સર્કલ, આર્ય સમાજ રસ્તા પર લવ જિહાદથી લોકોને જાગૃત કરવા પત્રિકા વિતરણ કરી, આતંકવાદનું નવું સ્વરૂપ એટલે કે લવ જિહાદીને જાહેરમાં લાવી ઉઘાડા પાડવા જાગૃતતા અભિયાન ની શરૂઆત કરી દીધી છે.
આ કાર્યક્રમ દરમિયાન હિન્દુ સેના ગુજરાતના અધ્યક્ષ પ્રતીક ભટ્ટ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગરબા આયોજકોને ગરબાની અંદર આવતા લોકો કે ખેલૈયા ના આઈ.ડી. પ્રુફ તપાસવા, વિધર્મીને ગરબામાં આવતા પર પ્રતિબંધ મૂકવો તેમજ આવતા લોકોને કપાળે કંકુનું તિલક, માથા પર ગૌમૂત્ર નો છંટકાવ અને માતાજીની પ્રસાદી ખાસ આપવા તેવી અપીલ કરી હતી અને ગુજરાતમાં ગરબા આયોજકોને હિન્દુ સેના દ્વારા સંદેશો આપવામાં આવ્યો હતો કે રાસ ગરબાઓની અંદર ગાયકો, મુઝિક પાર્ટીઓ, ઈલેક્ટ્રીક, મંડપ સર્વિસ, સિક્યુરિટી સહિતના કામો બધા હિન્દુઓને જ આપવા અન્યથા કોઈ પણ અણછાજતા બનાવ બનશે તો તમામ જવાબદારી ગરબા સંચાલકોની અને આયોજકોની રહેશે તેવી ગર્ભિત ચેતવણી સાથે વિધર્મી મુક્ત નવરાત્રી કરવા હિન્દુ સેનાએ જાહેર કર્યું.
આ હિન્દુ સેના નો કાર્યક્રમ સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદન અને વાલી શશીકાંતભાઈ સોનીની ખાસ હાજરી સાથે પૂર્ણકાલીન કિશન નંદા, શહેર પ્રમુખ દીપક પિલ્લાઈ, સહમંત્રી સંજય ધનવાણી, યુવા પ્રમુખ હર્ષ ભાનુશાળી, યુવા ઉપપ્રમુખ ધીરેન નંદા, સચિન જોશી, ઓમ ભાનુશાળી, હિત નંદા સહિત અનેક હિંદુ સેના સૈનિકો લવ જીહાદ જાગૃતિ અભિયાનમાં જોડાયા હતા.
રિપોર્ટ : પ્રતીક ભટ્ટ, જામનગર
