જસદણ
આટકોટ ભૂદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા વેલકમ નવરાત્રી તેમજ વિશિષ્ટ સન્માન કાર્યક્ર્મ યોજવામાં આવ્યો. જેમા વિધાનસભાના નાયબ દંડપ અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા તેમજ રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી ધવલભાઈ દવેનું ભૂદેવ ચેરીટેબલ ટ્રસ્ટબ્રહ્મ તેમજ બ્રહ્મસમાજ દ્વારા અર્થતુલા કરી ને સ્વાગત કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયા તેમજ જિલ્લા ભાજપના મહામંત્રી હરેશભાઈ હેરભા તેમજ જસદણ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ અમરેલીના સાંસદ સુતરીયા બાબરાના ધારાસભ્ય તળાવિયા તેમજ બ્રહ્મ અગ્રણીઓ વિદ્વાન એડવોકેટ અધિકારીઓ આટકોટ મુકામે ભૂદેવ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલય હોસ્ટેલના વેલકમ નવરાત્રી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.
રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ
