સુખસર ના હિતેશ કલાલ ને ગ્લોબલ અહલુવાલિયા ફાઉન્ડેશન દિલ્હી નાં રાષ્ટ્રીય ટ્રસ્ટી બનાવાયા

હિન્દ ન્યુઝ, દાહોદ

    ગ્લોબલ અહલુવાલિયા કલાલ ફાઉન્ડેશન દિલ્હી દ્વારા ગુજરાત ના દાહોદ જિલ્લા ના સુખસર ગામ ના હિતેશ કલાલ ને રાષ્ટ્રીય ટ્રસ્ટી તરીકે સમાવેશ કરવામાં આવેલ સાથે મઘ્યપ્રદેશ ના પ્રભારી તરીકે ની જવાબદારી સોંપવામાં આવી હતી. રાષ્ટ્રીય ટીમ માં સમાવેશ થતા કલાલ સમાજ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

       ગ્લોબલ અહલુવાલિયા કલાલ કલવાર કલાર ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દિલ્હી માં રાષ્ટ્રીય ટ્રસ્ટી તરીકે ગુજરાત ના દાહોદ જિલ્લાના સુખસર ગામના હિતેશ પૂનમચંદ કલાલ નો સમાવેશ કરવામાં આવ્યો છે. ફાઉન્ડેશન ના રાષ્ટ્રીય અધ્યક્ષ રામ કુમાર વાલીયા જેઓ ઉત્તરાખંડ રાજ્ય સરકાર ના પુર્વ મંત્રી છે તેઓ દ્વારા દિલ્હી ખાતે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યો. તેમજ મધ્યપ્રદેશ ના પ્રભારી તરીકે ની જવાબદારી સોંપવામાં આવી હતી. આ સંગઠન ભારત દેશ સહિત વિદેશો માં વસતા કલાલ સમાજના સંગઠન તેમજ તેઓના હિત માટે કાર્યરત છે. હિતેશ કલાલ ની રાષ્ટ્રીય ટ્રસ્ટી ને પ્રભારી તરીકે ની જવાબદારી સોંપતા ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કલાલ સમાજ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

રિપોર્ટર : હરેશ પ્રજાપતિ, દાહોદ 

Related posts

Leave a Comment