કવાંટના મોટી જડોલી ગામે મેણનદીમાં “આઈસર ટેમ્પો” તણાયો

છોટાઉદેપુર,

છોટાઉદેપુર જિલ્લાના ઉપરવાસમાં અને કવાંટમાં છેલ્લા ૩-૪ દિવસથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાથી જિલ્લાની બધી નદીઓ બે કાંઠે વહી રહી છે. ત્યારે કવાંટ તાલુકાના મોટી જડુલી ગામેથી મેણનદી પસાર થઈ રહી છે. જેમાં અચાનક પાણી આવતા નદી બે કાંઠે વહેતી થઈ હતી. તેવામાં નદી પરથી પસાર થઈ રહેલો ટેમ્પો અચાનક પાણીના વહેણમાં તણાવા માંડ્યો હતો. જેથી ૨ ટ્રેકટર દ્વારા ખેંચી તેમજ ગ્રામજનો અને સ્થાનિક લોકોની મદદથી ટેમ્પોને ધક્કો મારી નદીમાંથી મહામુસીબતે બહાર કાઢવામાં અંતે સફળતા મળી હતી. વર્ષોથી કવાંટ અને નસવાડી વચ્ચે આવેલ મોટી જડૂલી પુલ બનાવવાની માંગ હોય જે હજુ સુધી પડતળ છે. સદભાગ્યે મોટી હોનારત થતાં ટળી ગઈ હતી.

રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર

Related posts

Leave a Comment