હિન્દ ન્યુઝ, અમદાવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા અમદાવાદમાં AI-171 વિમાન દુર્ઘટના બાદ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત-બચાવ તેમજ અન્ય તમામ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
▪️સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના પરિવારજનોનો સંર્પક કરી કાયદેસર વારસદારોને વીમા/દાવા ચુકવણીમાં સહાયરૂપ થવા નોડલ અધિકારીઓની નિમણુંક કરવામાં આવેલ છે.
▪️જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી સિવિલ હોસ્પિટલ ખાતે વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના કાયદેસર વારસદારોને વીમા/દાવાની સહાય ચૂકવવા માટે વીમા કંપનીઓના હેલ્પ ડેસ્ક ઉભા કરવામાં આવ્યા છે.
▪️DNA સેમ્પલ માટે કુલ 12 ટીમ શિફ્ટ મુજબ કાર્યરત છે, તેમના દ્વારા DNA મેચીંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અસરગ્રસ્તોના સંબંધીઓ સાથે સંકલનમાં રહી કાઉન્સેલીંગની કાર્યવાહી પણ ચાલી રહી છે.
▪️આરોગ્ય વિભાગ દ્વારા ટ્રોમા સેન્ટરમાં 100 આરોગ્ય કર્મચારીઓ સહિત 855થી વધુ હેલ્થ સ્ટાફ રાહત-બચાવ કામગીરીમાં જોડવામાં આવ્યા છે.
▪️પાર્થિવ દેહ સોંપવાની કરવાની કાર્યવાહી માટે દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના પરિવારજનો સાથે સતત સંકલન માટે જિલ્લા તંત્રએ 250થી વધુ નોડલ અધિકારી તથા આસિસ્ટન્ટ નોડલ અધિકારીઓની નિમણુંક કરેલ છે.
▪️આ નોડલ અધિકારીઓ DNA સેમ્પલની કામગીરી, DNA મેચ થયા બાદ પાર્થિવ દેહની સોંપણી, ત્યાર બાદ અંતિમ ક્રિયા માટે પરિવારજનો કહે તે સ્થળ સુધી પોલીસ એસ્કોર્ટીંગ સાથે એમ્બ્યુલન્સ મારફતે પાર્થિવ દેહ પહોંચાડવા ઉપરાંત જરૂરી દસ્તાવેજો અને રિકવર થયેલી ચીજવસ્તુઓની સોંપણી કરે છે અને અંત્યેષ્ઠિ સુધી ઉપસ્થિત રહે છે.
▪️રાજ્ય બહારના અસરગ્રસ્તોના સગા-સંબંધીઓ સાથે સંકલન કરીને સંબંધિત રાજ્યના SEOC સાથે સંકલન કાર્યવાહી કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ રાજ્ય સરકારે ત્વરિત એક્શન સાથે રાજ્ય સરકારની આપદા પ્રબંધનની સંપૂર્ણ સજ્જતા તથા વિવિધ તંત્રના સંકલન-સહયોગથી નશ્વર અવશેષો સોંપવાની કામગીરી બની ઝડપી.
▪️સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટર ખાતે ઓર્થોર્પેડિક, ન્યુરો, મેડિસિન, પ્લાસ્ટિક અને બર્ન્સના 100 જેટલા નિષ્ણાતો-સહાયકોની 5 ટીમ તેમજ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે 32 નિષ્ણાતો અને 20 સહાયકોની ટીમ તેમજ બી.જે.મેડિકલ કોલેજના કસોટી ભવન ખાતે 12 નિષ્ણાતોની ટીમ કાર્યરત.
▪️નશ્વર અવશેષો સોંપવા માટે ડૉક્ટર્સ, સહાયકો, ડ્રાઈવરોની 591 ટીમ મેમ્બર્સ સહિત 192 એમ્બ્યુલન્સ ઉપરાંત પોલીસ પાયલોટ સેવાની વ્યવસ્થા.
▪️નશ્વર અવશેષોને સંબંધિત જિલ્લાઓમાં પહોંચાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ 230 ટીમ ખડેપગે.
▪️રાહત અને બચાવની કામગીરીમાં સ્થાનિક રહેવાસીઓ, ખાનગી ડૉક્ટર્સ અને પ્રજાજનો સરકારની સાથે ખભે ખભો મિલાવી સહયોગી બન્યા.
▪️હોસ્પિટલ તંત્ર, જિલ્લા વહીવટી તંત્ર અને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની મદદ માટે રાજ્ય સરકાર દ્વારા 5 IAS અધિકારીઓ, 25 અધિક/નાયબ કલેકટર, 25 મામલતદારની સેવા પૂરી પાડવામાં આવી છે. તેમના દ્વારા મુખ્યત્વે નશ્વર અવશેષો તેમના કુટુંબીજનોને ઝડપથી સુપરત કરી શકાય તે અંગેની કામગીરી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
પરિજનોને વિનંતી કરવામાં આવે છે કે, ફક્ત અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડેઝિગ્નેટેડ નંબર પરથી અધિકૃત વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા ફોન કોલને જ ધ્યાને લે. આ કોલમાં જ DNA મેચ થયાની અને પાર્થિવ દેહ લેવા આવવાની જાણ કરવામાં આવશે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા અધિકૃત નંબરો નીચે મુજબ છે :
9429915911, 9429916096, 9429916118, 9429916378, 9429916608, 9429916622, 9429916682, 9429916758, 9429916771, 9429916875.
આમ, સમગ્ર વહીવટી તંત્ર દ્વારા દુર્ઘટનાની ક્ષણોમાં તમામ પરિવારજનો સાથે રૂબરૂ સંપર્ક કરી તેઓના પરિવારજનોની સિવિલ હોસ્પિટલ ખાતે સેમ્પલીંગ વ્યવસ્થા, એરપોર્ટથી ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા, રહેવા-જમવાની વ્યવસ્થા, વાહન વ્યવસ્થા વગેરે બાબતોમાં મદદરૂપ થઈ આપત્તિના આ કપરાકાળમાં સહાનુભૂતિપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે.
