અમદાવાદ ખાતે સર્જાયેલી ગમખ્વાર દુર્ઘટનામાં યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર-સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું

હિન્દ ન્યુઝ, અમદાવાદ 

     વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે એર ઇન્ડિયાના વિમાનની અમદાવાદ ખાતે સર્જાયેલી ગમખ્વાર દુર્ઘટનામાં યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર-સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું.

▪️આર્મીના 250થી વધુ જવાનો, રેપિડ એક્શન ફોર્સ ઉપરાંત NDRF-SDRFની ટીમો, ફાયર બ્રિગેડના 600થી વધુ કર્મચારીઓ અને પોલીસના જવાનો તત્કાલ બચાવ-રાહતમાં જોડાયા.

▪️માત્ર 3 મિનિટના રિસ્પોન્સ ટાઈમમાં ફાયર સર્વિસીસની બે ટીમોએ ઘટના સ્થળે પહોંચીને 30થી વધુ વ્યક્તિઓનું રેસ્ક્યૂ કર્યું હતું.

▪️વડાપ્રધાન તથા કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા આ દુર્ઘટનાની ગંભીરતા જોતા રાજ્ય સરકારને પૂરી પાડવામાં આવેલ કેન્દ્રીય એજન્સીઓની સમયસરની મદદના કારણે કામગીરી વેગવાન બની.

▪️મુખ્યમંત્રીના સીધા દિશાદર્શનમાં આરોગ્ય, પોલીસ અને જિલ્લા પ્રશાસન સહિતના વિભાગો ખડે પગે સેવારત.

▪️ઇજાગ્રસ્તો-ઘાયલોને સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરિડર તથા અને 100થી વધુ એમ્બ્યુલન્સની સેવાઓ.

▪️સિવિલ હોસ્પિટલમાં ચાર IAS અધિકારીઓ અને SEOCમાં 16 નાયબ કલેકટર, 16 મામલતદારની ટીમ અસરગ્રસ્તોને મદદ-માર્ગદર્શન માટે ફરજરત. 

▪️સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો અને પેરામેડિકલ ટીમ ખડે પગે રહીને પોતીકા સ્વજન બનીને ઈજાગ્રસ્તોની સારસંભાળ લીધી.

▪️સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને સિવિલ હોસ્પિટલ ખાતે 24×7 રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ કાર્યરત.

▪️દુર્ઘટનાનો ભોગ બનેલા યાત્રીઓના સ્વજનો માટે રહેઠાણ અને વાહન વ્યવહાર સુવિધા ઊભી કરવામાં આવી.

▪️DNA પરીક્ષણ માટે FSLની 10 ટીમના 36 જેટલા એક્સપર્ટ્સ 24×7 ફરજરત છે.

માનવતા અને સેવાભાવના સાથે કાર્યદક્ષતાનું ઉદાહરણ પૂરું પાડી કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા ગુજરાત પ્રતિબદ્ધ અને સંકલ્પબદ્ધ છે.

Related posts

Leave a Comment