સુરત,
ભારત સરકાર ના આદેશ અને રાજ્ય સરકાર ના જાહેરનામા અને પરીપત્રો અંતર્ગત સુરત આર.ટી.ઓ. કચેરી દ્વારા પેસેન્જર વાહનો ત્થા થ્રી વહીલર ગુડ્સ વાહનોના ફિટનેસ રીન્યુઅલ ની કામગીરી આગામી તારીખ 10મી ઓગસ્ટ થી 14મી ઓગસ્ટ દરમિયાન સમય સવારના 10થી સાંજના 04 વાગ્યા સુધી કઠોર સરકારી દવાખાના સામે રેસ્ટ હાઉસ ખાતે થનાર છે. જેથી કેમ્પના સ્થળ નિયત કરેલ ઓનલાઈન ફી ભરીને તથા તમામ દસ્તાવેજો લઈને આવવાનું રહેશે માત્ર પેસેન્જર વાહનો તથા થ્રી વહીલર ગુડ્સ વાહનોએ કેમ્પના સ્થળ એ આવવું, ગુડ્સ વાહનો માટે માસમાં ફિટનેસ સેન્ટર ખાતે ફિટનેસ કરવામાં આવશે તે મુજબ સુરતના પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા જણાવાયું છે.
રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત