હિન્દ ન્યુઝ, અમરેલી
સાવરકુંડલા તાલુકાના જાંબુડા ગામ પાસે આવેલ શ્રી ડેડકડા હનુમાનજી નાં મંદિરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. આ યજ્ઞમાં આચાર્ય તરીકે પુજારી શ્રી ચંદ્રકાંત દાદા બિરાજેલ તેમજ મંદિરના પૂજારી શ્રી મનસુખ બાપુ અને ગામના આગેવાનો, મોટી સંખ્યામાં ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ધાર્મિક પ્રસંગમાં સહભાગી થયા બાદ દર્શન અને પ્રસાદીનો લાભ લઇ ધન્યતા અનુભવી.
રિપોર્ટર : અશોક મહેતા, અમરેલી