વિવિધ રમતોમાં રાજ્ય કે રાષ્ટ્રકક્ષાએ ભાગ લીધેલ મહિલા ખેલાડીઓ રોકડ પુરસ્કાર મેળવવા અરજી કરી શકશે

હિન્દ ન્યુઝ, જામનગર 

   સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ના વર્ષમાં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ અં.૧૪,૧૭,૧૯ અને સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધાઓમાં એસ.એ.જી.દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ (ભાગ લીધેલ) મહિલા ખેલાડીઓને કોઈપણ એક જ રમતમાં તેમજ એક જ સિદ્ધિ માટે ‘મહિલા રોકડ પુરસ્કાર યોજના’ માટેનું ફોર્મ ઓનલાઈન માધ્યમથી જરૂરી પ્રમાણપત્રો જેવા કે મેરીટ સર્ટીફીકેટ, આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો/કેન્સલ ચેક વગેરે સાથે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની વેબસાઈટ https://sportsauthority.gujarat.gov.in પર તા.૧૭/૦૪/૨૦૨૫ સુધીમાં અરજી કરવાની રહેશે.આગળના વર્ષના લાભ મેળવેલ ખેલાડીઓ ચાલુ વર્ષ માટે અરજી કરી શકશે નહિ. જો તેવા ખેલાડીઓએ અરજી કરેલ છે તેમ માલુમ પડશે તો તેવા ખેલાડીઓની અરજી રદ્દ કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવા જિલ્લા રમત વિકાસ અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment