ભાભર,
એક બાજુ ચોમાસુ વરસાદ ખેંચાઈ રહ્યો છે ત્યારે બાદ ભાભર તાલુકા ના ઢેકવાડી ગામે આવેલી નર્મદા વિભાગ ની અંડર ગ્રાઉન્ડ પાઈપ લાઈન જે વડપગ, ઢેકવાડી અને લોટીયા માઇનોર છેલ્લા કેટલાય સમયથી ઠાકોર હરચંદજી ના ખેતરમાં લીક થતાં હજારો લિટર પાણી વેડફાઈ જવા પામ્યુ હતુ.
જેમાં તુટેલી પાઈપલાઈન મુદ્દે પાછળ આવેલા ખેડૂતો પાણી થી વંચિત રહી જાય છે. આ બાબતે ખેડૂતો દ્વારા નર્મદા ના અધિકારીઓ ને અનેક વાર રજૂઆત કરવા છતાં પણ હજી સુધી કોઈ રીપેરીંગ કામ કરવામાં આવ્યુ નથી. જ્યારે એકબાજુ હજારો લિટર પાણી વેડફાઈ જાય છે, જ્યારે બીજી બાજુ ખેડૂતો સિંચાઈ ના પાણી વગર રહી જાય છે. નર્મદા ના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ની મીલીભગત ને લીધે ખેડૂતો ને પાણી વગર નુકસાન વેઠવા નો વારો આવે છે.
રિપોર્ટર : બાબુ ચૌધરી,ભાભર