ભાવનગર જિલ્લામાં તા. ૬ અને ૭ ડિસેમ્બરના રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

      રાજ્યનાં ખેડૂતોને આગામી રવિ સીઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખાતાની વિવિધ સહાય યોજનાઓ અને પ્રાકૃતિક ખેતી અંગેને સમજ મળી રહે તે હેતુસર આગામી તા. ૦૬/૧૨/૨૦૨૪ અને તા. ૦૭/૧૨/૨૦૨૪ સુધી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ જિલ્લાનાં તમામ તાલુકાઓમાં આયોજન કરવામાં આવેલ છે જેના અનુસંધાને જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાની અધ્યક્ષતામાં આયોજન અંગેની સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં તાલુકા કક્ષાએથી અધિકારીશ્રીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.  

જેમાં ગારીયાધાર તાલુકાનો APMC માર્કેટીંગ યાર્ડ- ગારીયાધાર, ભાવનગર તાલુકાનો શ્રી શામપરા સ્વામિનારાયણ ગુરુકુળ, સિદસર, ઘોઘા તાલુકાનો ડાભી સમાજની વાડી – મોટા ખોખરા, ઉમરાળા તાલુકાનો APMC માર્કેટીંગ યાર્ડ – ઘોળા, જેસર તાલુકા સેવા સદન-જેસર, મહુવા તાલુકાનો APMC માર્કેટીંગ યાર્ડ- મહુવા, પાલિતાણા તાલુકાનો APMC માર્કેટીંગ યાર્ડ- પાલીતાણા, વલ્લભીપુર તાલુકાનો સરકારી મેદાન, શ્રી ગંભીરસિંહજી હાઈસ્કુલ પાછળ – વલ્લભીપુર, સિહોર તાલુકાનો ટાઉન હોલ સિહોર, તળાજા તાલુકાનો APMC માર્કેટીંગ યાર્ડ- તળાજા ખાતે આયોજન હાથ ધરવામાં આવેલ છે.

ખેડુતોને રવિ સિઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રીકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે માટે તેમજ સસ્ટેનેબલ અને પ્રાકૃતિક કૃષિના વ્યાપ માટે હેતુસર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાં “તાલુકા કક્ષાના કૃષિ માર્ગદર્શન સેમીનાર-વ પ્રદર્શન અને સેવાસેતું કાર્યક્રમ” તા.૦૬ અને ૦૭/૧૨/૨૦૨૪ સમય:- સવારે ૦૯:૦૦ કલાક થી સાંજે ૦૫:૦૦ કલાક આયોજન કરેલ છે. જેમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રીકતા અંગે માર્ગદર્શન તેમજ “શ્રી અન્ન મિલેટ” પાકો અંગે માહીતી, ખેતી ખર્ચ ઘટાડા માટે ઇનપુટસના કાર્યક્ષમ ઉપયોગ, પ્રાકૃતિક ખેતી અંગેની માહીતી તેમજ પશુપાલન અને બાગાયત પાકોમાં નવીનત્તમ ટેકનોલોજી અંગે તાંત્રીક માર્ગદર્શન મળી રહે તેમજ વિવિધ પ્રદર્શન ક્રમ વેચોટા અંગેના સ્ટોલ પણ રાખવામાં આવેલ છે. ખેડૂતોની આવકમાં વધારો થાય એવા આશયથી તમામ તાલુકાના સ્થળ પર કાર્યક્રમનું આયોજન કરેલ છે. જેમાં ખેડૂતોએ બહોળી સંખ્યામાં પધારવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારી-ભાવનગરની અખબારી યાદીમા જણાવવામાં આવે છે.

Related posts

Leave a Comment