હિન્દ ન્યુઝ, વડોદરા
:: મુખ્યમંત્રી ::
૦ ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ સેક્ટરના સુનિયોજિત વિકાસ સાથે બહેતરીન લોજિસ્ટિક્સ સેવાઓ દ્વારા કોમ્પિટિટિવ બિઝનેસ ઈકોસિસ્ટમ તૈયાર કરવામાં ગતિશક્તિ વિશ્વવિદ્યાલય આગવું કદમ છે.
૦ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નેશનલ લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાનના માધ્યમથી લોજિસ્ટિક્સમાં વર્લ્ડ લેવલે થતાં એવરેજ ટાઈમથી ઓછા સમયમાં ટ્રાન્સપોર્ટેશન સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
૦ ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય માટે 31 હેક્ટર જમીન ઉપલબ્ધ કરાવાશે.
૦ રાજ્યના ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ માટેના TPI, DPR બનાવવામાં ગતિ શક્તિ વિશ્વ વિદ્યાલયના જ્ઞાન કૌશલ્યનો સહયોગ સરકાર અને વિશ્વ વિદ્યાલય બેય માટે વિન-વિન સિચ્યુએશન છે.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ
૦ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝનરી નેતૃત્વ અને દ્રઢ સંકલ્પને કારણે વડોદરામાં આ યુનિવર્સિટી કાર્યરત થઇ છે.
૦ ગતિશક્તિ યુનિવર્સિટી દ્વારા એરબસ સાથે સંકલન સાધીને એમને જરૂરી હોય તે પ્રકારે અભ્યાસક્રમ બનાવવામાં આવ્યો છે
૦ ગતિશક્તિ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરીને બહાર આવતા છાત્રોનું ટેલેન્ટ દેશના વિકાસમાં નવી ઊર્જા ભરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલી ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના દ્વિતીય દીક્ષાંત સમારોહમાં સંબોધન કર્યું હતું.
આ દ્વિતીય દીક્ષાંત સમારોહમાં કેન્દ્રીય રેલવે મંત્રી અને યુનિવર્સિટીના કુલાધિપતિ અશ્વિની વૈષ્ણવની ગરિમામય ઉપસ્થિતિમાં 239 વિદાર્થીઓને વિવિધ વિદ્યાશાખાની પદવી એનાયત કરવામાં આવી હતી.