વડોદરા કલેક્ટર તંત્ર દ્વારા ઇસરકારમાં ૪૭૨૯૩ ઇફાઇલ અને ટપાલની કામગીરી

હિન્દ ન્યુઝ, વડોદરા

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મહત્વાકાંક્ષી અભિયાન ડિઝીટલ ઇન્ડિયાને અનુરૂપ રાજ્ય સરકારના રોજબરોજના કામોમાં પણ ટેક્નોલોજીના ઉપયોગ માટે વિકસાવવામાં આવેલા ઇસરકારના મોડ્યુલના અમલમાં વડોદરા જિલ્લા વહીવટી તંત્ર સમગ્ર રાજ્યમાં અગ્રણી જિલ્લા તરીકે ઉભરી રહ્યો છે. કલેક્ટર કચેરી, પ્રાંત અને મામલતદાર કચેરીમાં ઇસરકારનો અમલ કરી સમગ્ર પત્ર વ્યવહાર ડિઝીટલ કરવામાં આવ્યો છે. 

વડોદરા કલેક્ટર કચેરી દ્વારા તા. ૨૬ની સ્થિતિએ ૪૫૧૮૭ ઇટપાલ અને ૨૧૦૬ ઇફાઇલ ક્રિએટ કરવામાં આવી છે. આ બન્ને મળી ઇસરકારમાં ૪૭૨૯૩ ફાઇલ અને ઇટપાલની કામગીરી થઇ છે. આ જ સ્થિતિ પ્રાંત કચેરી પ્રમાણે જોઇએ તો ડભોઇમાં ૨૨૪૦, વડોદરા ગ્રામ્ય ૧૫૬૨, વડોદરા શહેર ૧૫૫૬, કરજણમાં ૨૨૧૬ અને સાવલી પ્રાંતમાં ૩૫૪૯ ઇટપાલ અને ઇફાઇલની કામગીરી થઇ છે. 

એ જ પ્રકારે મામલતદાર કચેરી પ્રમાણે જોઇએ તો શીનોરમાં ૧૭૬૫, પાદરામાં ૨૦૩૭, ડભોઇમાં ૩૧૭૦, વાઘોડિયામાં ૧૪૦૨, કરજણમાં ૧૯૦૧, ડેસરમાં ૨૨૦૩, સાવલીમાં ૨૩૯૧, વડોદરા ગ્રામ્યમાં ૩૧૦૧, વડોદરા સાઉથમાં ૭૩૪, વડોદરા વેસ્ટમાં ૧૨૯૨, વડોદરા ઇસ્ટમાં ૯૩૫ તથા વડોદરા નોર્થમાં ૮૩૦ ઇટપાલ અને ઇફાઇલ ક્રિએટ કરવામાં આવી છે. 

ઇસરકાર મોડ્યુઅલ રાજ્ય સરકારના કચેરી કાર્ય પદ્ધતિને અનુરૂપ કામ કરે છે. રાજ્ય સરકાર દ્વારા કચેરી કાર્ય પદ્ધતિ મુજબ દૈનિક કામગીરી કરવામાં આવે છે. ઇસરકાર મોડ્યુઅલ પણ એ જ રીતે વિકસાવવામાં આવ્યું છે. રાજ્યની તમામ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓના એકાઉન્ટ તેમાં ખોલવામાં આવ્યા છે. કલેક્ટર શ્રી બિજલ શાહ અને નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ દ્વારા મહેસુલી અધિકારીઓની માસિક બેઠકમાં આ કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે. 

રાજ્યના અન્ય જિલ્લાની સાપેક્ષે તૂલના કરવામાં આવે તો વડોદરા જિલ્લાની કામગીરી નોંધપાત્ર છે. સમગ્ર રાજ્યમાં ઇસરકારની કામગીરીમાં વડોદરા ચોથા ક્રમે છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૬૧૫૦૦ ઇટપાલ અને ઇફાઇલ સાથે કચ્છ પ્રથમ, ૪૯૨૪૯ સાથે અમદાવાદ દ્વિતીય, ૪૮૩૭૧ સાથે ભાવનગર તૃતીય અને ૪૭૨૯૩ ઇટપાલ અને ઇફાઇલ સાથે વડોદરા ચતુર્થ ક્રમે છે.

Related posts

Leave a Comment