હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
જિલ્લા તિજોરી કચેરી ગીર સોમનાથ મારફત પેન્શન મેળવતા પેન્શનરોની વાર્ષિક આવક ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં આવકવેરાને પાત્ર હોય તેવા તમામ પેન્શનરે તેમની આવકમાંથી મજરે લેવા પાત્ર રકમ અંગેની વિગતો રોકાણ કરી તે અંગેના આધાર પુરાવાઓ, ઇન્કમટેક્ષ ગણતરી પત્રક/રોકાણોની વિગતો ભરવાની રહેશે.
આ રોકાણોની ઝેરોક્ષ, ભરવામાં આવેલ ઇન્કમટેક્ષની વિગતો તેમજ પાનકાર્ડની ઝેરોક્ષ તા.૩૧/૧૨/૨૦૨૪ સુધીમાં જિલ્લા તિજોરી કચેરી ગીર સોમનાથમાં પહોંચતી કરવાની રહેશે.
જો રોકાણોની વિગતો કે આધાર પુરાવા સમયમર્યાદામાં રજુ ન થાય તો આવકવેરાના નિયમોનુસાર ટી.ડી.એસ.ની કપાત કરી લેવામાં આવશે. તેમજ પાનકાર્ડની નકલ રજૂ નહીં થવાને લીધે આવકવેરા કપાતની રકમ યોગ્ય સદરે જમા થઇ શકશે નહીં. જેની સર્વે પેન્શનરોએ ખાસ નોંધ લેવા જિલ્લા તિજોરી અધિકારી ગીર સોમનાથની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.