હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી ખાતે આમ આદમી પાર્ટી નાં ચૈતર વસાવા ની ઉપસ્થિતિમાં આદિવાસી સ્નેહ મિલન સોમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો, યુવાનો અને માતા- બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ અમારું ઉત્સાહભેર સ્વાગત કર્યું. સમાજ માં ચાલી રહેલા દૂષણો દૂર કરવા,આદિવાસી સમાજ ની સંસ્કૃતિ જાળવવા અને આદિવાસી સમાજના તમામ લોકોને પક્ષ પાર્ટી, ધર્મ સંપ્રદાય, સંગઠનો ભૂલીને સમાજ માટે આગળ આવે અને યુવાનો તેમનો જુસ્સો પદ યાત્રા કે નાચવા માટે નહી પણ, ભણવા માટે અને તેમના કેરિયર બનાવવામાં વાપરે તેવું આહવાન કર્યું.

