હિન્દ ન્યુઝ, વડોદરા
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વડોદરાના નવલખી મેદાન ખાતે દાદા ભગવાનની ૧૧૭મી જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલા વિશાળ સમારંભમાં જોડાયા હતા . તેમણે દાદા ભગવાન પ્રાગટ્ય મહોત્સવના વિવિધ આયોજનોની પ્રસંશા કરતા, જીવન ઘડનારા અને જીવનને માર્ગદર્શક ગણાવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન સંઘવીએ વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો નિહાળ્યા અને દાદા ભગવાનના દર્શન કરીને આ પવિત્ર પ્રસંગને સમ્માન આપ્યું હતું.
આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, જિલ્લા પંચાયતના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ શીતલ મિસ્ત્રી, અકોટા વિસ્તારના ધારા સભ્ય ચૈતન્ય દેસાઈ અને વડોદરા શહેરના ડેપ્યુટી મેયર તેમજ સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ પણ હાજર રહ્યા.