પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વડોદરાની દિવ્યાંગ ચિત્રકાર દિયાને પત્ર પાઠવીને આપ્યા નૂતન વર્ષના અભિનંદન

હિન્દ ન્યુઝ, વડોદરા

    વડોદરાની દિવ્ય ચિત્રકાર દિયા ગોસાઈ માટે આ વર્ષની દિવાળી આજીવન યાદગાર બની ગઈ છે. પહેલા તો વિદાય લેતા વર્ષમાં તા.૨૮ મી ઓક્ટોબરના રોજ આ દીકરી અને તેના પરિવારે સપનામાં કલ્પના ના થાય એવી વાસ્તવિકતાની આનંદ અનુભૂતિ કરી. દિયા ગોસાઈ શારીરિક મર્યાદાઓને વળોટીને એક આશાસ્પદ ચિત્રકાર તરીકે ઘડાઈ રહી છે.શિક્ષણ ની સાથે તેની કલા કુશળતા ચિત્રકારીમાં સોળે કળાએ ખીલી રહી છે.

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના રાષ્ટ્રપતિ વડોદરા પધારી રહ્યા છે એવું જાણીને એમ. એસ. યુનિવર્સિટીમાં ભણતી આ કલા તેજસ્વી દિવ્યાંગ છાત્રાએ શ્રીમાન નરેન્દ્રભાઈ અને શ્રીમાન પેડ્રો સાંચેજની છબીઓ ચીતરી અને સુંદર ફ્રેમમાં મઢાવી રોડ શો પસાર થવાનો હતો ત્યાં સ્થાન લઈ લીધું. બંને પ્રધાનમંત્રીઓએ જગ્યાએ થી પસાર થઈ રહ્યા હતા ત્યારે નરેન્દ્રભાઇની નજર ચિત્રો સાથે વ્હીલ ચેરમાં બેસેલી દિયા પર પડી. એમણે કાફલો થોભાવ્યો. સ્પેનના પ્રધાનમંત્રીને સાથે લઈ, વાહનમાંથી નીચે ઉતરી દિયા પાસે આવ્યા, એની પાસેથી ચિત્રોની ભેટ સ્વીકારી અને એની કળા નિપુણતાની દિલથી પ્રસંશા કરી. મહેમાન રાષ્ટ્રપતિએ પણ અનેરી પ્રસન્નતા વ્યક્ત કરી. પરંતુ વાત આટલે થી પૂરી થતી નથી.

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીની વ્યસ્તતાઓ વચ્ચે દિયાની કલાસુઝ અને કુશળતાને યાદ રાખીને પહેલી નવેમ્બર, ૨૦૨૪ના રોજ દિયાના ઘરના સરનામે સિંહની રાષ્ટ્રમુદ્રાથી અંકિત શુભેચ્છા પત્ર પાઠવ્યો. દિયા અને પરિવારને પહેલીવાર આવો પત્ર મળ્યો હતો.તે મના માટે પ્રધાનમંત્રીની આ ભાવના અને સૌજન્ય ગદગદિત કરનારું હતું.

પત્રમાં તેમણે દિયાએ આપેલી મનોહર ચિત્રભેટને અવર્ણનીય આનંદ આપનારી ગણાવી છે.સ્પેનના રાષ્ટ્રપતિ ચિત્રભેટ થી ખૂબ ખુશ થયા એનો ઉલ્લેખ કર્યો છે. દિયાએ આ ચિત્ર નથી દોર્યું પરંતુ સ્પેનના લોકો માટે આપણા દેશનો સ્નેહ અને લગાવ વ્યક્ત કર્યો છે એવી લાગણી દર્શાવી છે

Related posts

Leave a Comment