દિવાળી પર્વને ધ્યાને લઈ એસ.ટી વિભાગ જામનગરનો મહત્વપૂર્ણ નિર્ણય

હિન્દ ન્યુઝ, જામનગર

      ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઈ સમગ્ર ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં મુસાફરોને પોતાના વતન જવા આવવા માટે તા.૨૬/૧૦/૨૦૨૪થી તા.૧૦/૧૧/૨૦૨૪ સુધી જામનગર એસ.ટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનું આયોજન કરેલ છે. આ સમયગાળા દરમિયાન એસ.ટી. વિભાગ જામનગર હેઠળના જામનગર, ધ્રોલ, જામજોધપુર, ખંભાળિયા તથા દ્વારકા ડેપો ખાતે મુસાફરો એક્સ્ટ્રા બસોમાં એડવાન્સ બુકિંગ કરાવી શકશે. તેમજ એક જ ગ્રુપના ૫૧ થી વધુ મુસાફરો ગૃપ બુકિંગ કરાવશે તો તેઓને એક્સ્ટ્રા બસની સુવિધા એસ.ટી નિગમ દ્વારા પુરી પાડવામાં આવશે. જેથી ઉપરોક્ત દિવાળીના તહેવારો દરમ્યાન મુસાફરોને એસ.ટી બસોનો વધુમાં વધુ લાભ લેવા વિભાગીય નિયામક જામનગર દ્વારા અનુરોધ કરાયો છે.

     માટે દ્વારકા-જામનગર રૂટ પર ભાડુ રૂ.૧૮૪, દ્વારકા-રાજકોટ માટે ૨૪૯, દ્વારકા-પોરબંદર માટે ૧૫૭, દ્વારકા-સોમનાથ માટે ૨૬૩, દ્વારકા-જુનાગઢ માટે ૨૩૮, જામનગર-દાહોદ માટે ૩૯૫, જામનગર-સંજેલી માટે ૩૮૨, જામનગર-જુનાગઢ માટે ૧૯૦, જામનગર- ઝાલોદ માટે ૩૮૮, ધ્રોલ-દાહોદ માટે ૩૭૫, ધ્રોલ-મંડોર માટે ૪૦૦, જામનગર-છોટાઉદેપુર માટે ૩૮૮, ખંભાળિયા- દાહોદ માટે ૪૨૫ તથા જામજોધપુર- દાહોદ આવવા જવા માટે રૂ.૪૪૫ ભાડુ નિર્ધારિત કરવામાં આવેલ છે.

Related posts

Leave a Comment