હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં નિયમિત સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સ્વચ્છતા અભિયાન હેઠળ ઠેર ઠેર સાફસફાઈ થઈ રહી છે. ‘સ્વચ્છતા હી સેવા ’ અંતર્ગત કોડીનાર નગરપાલિકા દ્વારા રાત્રી સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાત્રી સફાઈમાં ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા સહિત નગરજનો જોડાયાં હતાં.
આ સફાઈ અભિયાનમાં કોડિનારના ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા, ચીફ ઓફિસર વિનોદ રાઠોડ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુભાષભાઈ ડોડિયા તેમજ સ્ટાફ મિત્રો દ્વારા શહેરના ફિશ માર્કેટ રોડની રાત્રીના સમયે સફાઈ કરવા આવી હતી.
આ સફાઈ અભિયાન દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તાર સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળું બને, રોગચાળા મુકત બને તે બાબતે સહિયારી જવાબદારી સાથે સ્વચ્છાગ્રહી બનવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.