હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
સમગ્ર ગુજરાતની સાથે જ ગીર સોમનાથ જિલ્લામાં પણ શરૂ કરવામાં આવેલા “સ્વચ્છતા હી સેવા અભિયાન” અંતર્ગત અલગ-અલગ થીમ બેઇઝડ આયોજન સાથે સ્વચ્છતાને લગતી વિવિધ પ્રવૃતિઓ હાથ ધરી સ્વચ્છતાનો સંદેશ ફેલાવવામાં આવી રહ્યો છે.
‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના તમામ મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોની સાફ-સફાઈ કરવામાં આવી હતી.