હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓનું ધોવાણ થયું છે. વરસાદી પાણીથી રસ્તા ઉપર થયેલા ધોવાણને લીધે પ્રજાજનોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બિસ્માર રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે ઝોઝ-કેવડી રોડ, નસવાડી-કવાંટ રોડ અને છોટાઉદેપુર નગરના રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.