હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
છોટાઉદેપુર તાલુકાની જામલી એમ. આઇ. ટેન્ક તેના ફુલ સપ્લાઇ લેવલ ૧૧૨.૪૫ મી. સુધી ભરાઈ ગઇ છે અને જળાશયમાં હાલમાં ઉપરવાસથી પાણી ચાલુ છે. આ સિંચાઇ યોજના ૧૦૦% ભરાય ગયેલ છે અને વેસ્ટવિઅર પરથી ૦૫ સે.મી. ઓવરફ્લો થઇ રહેલ છે. જેને ધ્યાને લઈ નિચાણવાળા વિસ્તારમાં આવતા જામલી અને ડોલરીયા ગામના લોકોને નદી/વહેણ/કોતરમાં અવર જવર ના કરવા તાકીદ કરવામાં આવી છે.