ભાવનગરમાં રાષ્ટ્રીય રમત દિવસ ૨૦૨૪ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને ભાવનગર જિલ્લા રમતગમત અધિકારી દ્વારા આજરોજ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીનાં જન્મ દિવસની ઉજવણીનાં ભાગ રૂપે રાષ્ટ્રીય રમત દિવસ ૨૦૨૪ અંતર્ગત ભાવનગર ખાતે બાસ્કેટબોલ, એથલેટીક્સ અને હોકી જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં બહોળી સંખ્યામાં રમતવીરોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. 

જિલ્લા રમતગમત અધિકારી નરેશભાઈ ગોહિલ જેઓએ રમતવીરોને હોકીના જાદુગર મેજર ધ્યાનચંદસિંહજીના જન્મદિવસ અંતર્ગત ઉજવાતા રાષ્ટ્રીય રમત દિવસ વિષે માહિતગાર કર્યા હતા. તેમજ રમત કન્વીનર ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, હસમુખભાઈ ધામેલીયા, વી.એમ.જાળેલા, કે.વી.પંડ્યા, વાસુદેવસિંહ જાડેજા સહિતના વ્યાયામ શિક્ષકો તથા તેમની ટીમ દ્વારા સ્પર્ધાઓને સફળ બનાવવા પ્રશંશનીય કામગીરી કરવામાં આવી હતી.

 

Related posts

Leave a Comment