અમીનુર ફાઉન્ડેશન તથા સેન્ટ ગાર્ગી સ્કુલના ઉપક્રમે સ્વતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી

હિન્દ ન્યુઝ, જામનગર

          રાજકોટના નહેરુનગર વિસ્તારમાં નહેરુનગર ગાર્ડન ખાતે અમીનુર ફાઉન્ડેશન તથા સેન્ટ ગાર્ગી સ્કુલના ઉપક્રમે ૧૫મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

          જેમા મુખ્ય મહેમાન તરીકે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.ટી.અકબરી ખાસ ઉપસ્થિત રહ્યા અને એમના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ.

          આ કાર્યક્રમમાં સેન્ટ ગાર્ગી સ્કુલના વિઘાર્થીઓએ દેશ ભક્તિ પર અલગ અલગ કૃતિઓ રજુ કરી હતી.

          આ કાર્યક્રમમાં બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઇ ઉપાધ્યાય, સેન્ટ ગાર્ગી સ્કુલના પ્રીન્સીપાલ રમાબેન હેરભા, મીરાબા જાડેજા, હિન્દ ન્યુઝ નાં તંત્રીશ્રી ડૉ. સીમાબેન પટેલ, હાજી બસીરબાપુ બુખારી, ફારુકભાઇ કટારીયા વગેરે સામાજીક, રાજકીય અને ધાર્મિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

          આ કાર્યક્રમનું સંચાલન હાજી ફારુકભાઇ બાવાણી દ્વારા કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમીનુર ફાઉન્ડેશનના પ્રમુખ સૈયદ એજાઝબાપુ બુખારી, ઉપપ્રમુખ રજાકભાઇ કારીયાણીયા, વકાર બ્લોચ સકલૈની, સૈયદ અર્શબાપુ કાદરી, મમદભાઇ વડદરીયા તથા સર્વ અમીનુર ફાઉન્ડેશન અને સેન્ટ ગાર્ગી સ્કુલ પરીવાર ખડેપગે રહ્યા હતા.


“પત્રકાર રત્ન એવોર્ડ – ૨૦૨૪” નો ભવ્ય કાર્યક્રમ

https://hindnews.in/?p=42757

તંત્રીશ્રી : ડૉ. સીમાબેન પટેલ ✍️

 

Related posts

Leave a Comment