હિન્દ ન્યુઝ, ભાવનગર
જિલ્લા વિકાસ અધિકારી જી.એચ. સોલંકીનાં અધ્યક્ષ સ્થાને આજે ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરી આયોજન હોલ ખાતે મળી હતી.
ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં તુમારોનો નિકાલ,પેન્શન કેસ, નાગરિક અધિકારી પત્રો, આર.ટી.આઈ.અરજીનો સમય મર્યાદામાં નિકાલ કરવાની સૂચના આપી હતી. આ ઉપરાંત રજૂ થયેલા પ્રશ્નો અને મુદ્દાઓ અંગે જિલ્લા વિકાસ અધિકારી જી.એચ. સોલંકીએ સંબંધિત અધિકારીઓને સત્વરે વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી.
ભાવનગર જિલ્લા સેવા સદનનાં આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં પોલીસ અધીક્ષક ડો. હર્ષદ પટેલ, નાયબ વન સંરક્ષક સાદીક મુંજાવર, નિવાસી અધિક કલેક્ટર એન.ડી. ગોવાણી, રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ અધિક કલેકટર ડી. એન. સતાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ, પ્રાંત અધિકારીઓ સહિતનાં જિલ્લા- તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.