હિન્દ ન્યુઝ, જામનગર
જામનગરની વિવિધ સરકારી શાળાઓમા શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાની દિગ્વિજયસિંહજી ન્યુ સરકારી હાઈસ્કૂલ ખાતે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ઉત્સવ સમા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી અને ધો. ૯ તેમજ ધો.૧૧માં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. આ ઉત્સવમાં ધોરણ ૯ માં ૪૩ અને ધોરણ ૧૧ માં ૨૮ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો.
આ તકે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગત વર્ષે વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જે થકી વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો સંચાર થયો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા હાઈસ્કૂલના આચાર્ય તેમજ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.
આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જામનગર મહાનગર પાલિકાના સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, જામનગર જિલ્લા શિક્ષણાધિકારી ભરતભાઈ વીડજા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મનિષભાઈ કનખરા, વિભાજી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ પાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Advt.