ઝાલોદ તાલુકામાં અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ઝાલોદ

ઝાલોદ તાલુકામાં અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી નિમિત્તે ઝાલોદ નગરમાં રામ પ્રતિષ્ઠા લઈને ઉત્સવ રેલી યોજાઈ. ઝાલોદ નગરમા છેલ્લા બે ત્રણ દિવસ થી આયોધ્યા ખાતે રામ મંદિરમાં રામ પ્રતિષ્ઠા લઈને અનેરો ઉત્સાહ જોવા મળી આવ્યો હતો.

આમ નગરમા રાત્રિ દરમિયાન અલગ અલગ થીમ પર કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો. ખાસ કરી નગરમાં વિવિધ વિસ્તારોને લાઇટિંગ વડે શણગાર કરવામા આવ્યો. નગરમા લોકો રામ ભકિતમય રીતે જોવા મળી આવ્યા હતા. વિવિધ મંદિરોમા પુજા પાઠ યોજવામા આવ્યા સાથે મંદિરો પણ સુસજ્જિત કરવામાં આવ્યા હતા.

તા.૨૨ ના રોજ રામ મંદિર ખાતે રામ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજ્યો હોવાથી નગરમા વિવિધ યાત્રાઓ અને રેલીઓ કાઢવામા આવી હતી. ખાસ કરી મહિલાઓએ ભગવા સાડીમા સજજ થઈ બાઇક રેલી યોજી રામ પ્રતિષ્ઠાના અવસરને ઉજવ્યો હતો. ગીતામંદિર ખાતેથી રામની પ્રતિમા સાથે નગરમા ભ્રમણ માટે રેલી યોજાઈ હતી. જેમા દરેક વ્યક્તિએ ભગવા વસ્ત્રો ધારણ કરી ભગવા ધ્વજ સાથે ગીતા મંદિર થઈ લઈ બસ સ્ટેશન તેમજ હનુમાન મંદિર ખાતે ડીજેના તાલ સાથે સૌ નગરજનો જોડાયા. આ રેલી હનુમાન મંદિર ખાતે સમાપ્ત થઈ હતી. હાલ સમગ્ર ઝાલોદ નગર રામનામ થી ગુંજી ઉઠ્યું.

રિપોર્ટર : દેવ હરિજન, ઝાલોદ

Related posts

Leave a Comment