આપણું બોટાદ-સ્વચ્છ બોટાદ
હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદમાં સ્વચ્છતા અભિયાન ઝુંબેશ અંતર્ગત વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશરૂપે કાર્યરત અભિયાન અંતર્ગત નદીની સફાઇ હાથ ધરવામાં આવી છે, જે અન્વયે ગઢડા રોડ ખાતે નદી વિસ્તારમાં સફાઇ કરવામાં આવી હતી. સફાઇકર્મીઓ દ્વારા નદી વિસ્તાર, જાહેર માર્ગો, સોસાયટી વિસ્તારો સહિતનાં તમામ જાહેર સ્થળો ખાતે સ્વચ્છતા અભિયાન હેઠળ સાફ-સફાઇ કરવામાં આવી રહી છે ત્યારે આપણે પણ નાગરિક તરીકેની ફરજ નિભાવીએ તથા આપણાં ઘરની સાથે આપણી શેરી, મહોલ્લાં અને શહેરને સ્વચ્છ બનાવવાની આ ઝુંબેશમાં સહભાગી બનીએ.
રિપોર્ટર : અલ્તાફ મીણાપરા, બોટાદ