વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલીકાં દ્વારા શહેરના વિવિધ વિસ્તારોની કરાઈ સાફ સફાઇ

હિન્દ ન્યુઝ, સોમનાથ

     સ્વચ્છતા હી સેવા”ના સૂત્રને અપનાવીને સમગ્ર રાજ્યમાં સઘન સફાઈ અભિયાન શરૂ છે જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલીકાં દ્વારા શહેરના રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોની સાફ સફાઇ કરીને કચરો, ગંદકી દૂર કરીને વિસ્તારોને સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવ્યા છે.

સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરના રહેણાંક અને કોમર્શિયલ વિવિધ વિસ્તારની સાફ સફાઈ કરવામા આવી હતી. તેમજ કાગળો, પ્લાસ્ટિક, ધાંસ,સહિતનો કચરો ગંદકી દૂર કરીને વિવિધ વિસ્તારોને સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવ્યો છે.આ સ્વચ્છતા ઝૂંબેશ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના સેનીટેશન શાખાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. 

Related posts

Leave a Comment