હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા.૧૭/૦૩/ર૦રર ના રોજ વોર્ડ નં. ૮, ૧૧ તથા ૧૨માં થયેલ ગેરકાયદેસર દબાણ/બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ. જેની વિગતો નીચે મુજબ છે.
ક્રમ | વોર્ડ | નામ | વિસ્તાર | દબાણની વિગત | ચો.મી. |
૧ | ૮ | શ્રી દિલીપભાઈ કપુપરા | પંચવટી નગર શેરી નં.-૧, અતિથી ચોક પાસે, પ્રજાપતિની વાડીની સામે, | મકાનમાં આગળના માર્જીનનો ભાગ | ૯૦.૦૦ |
૨ | ૧૧ | શ્રી સુરેશભાઈ ભટ્ટી | ૪૦’ સિમેન્ટ રોડ, આદર્શ એવન્યુની સામે, મવડી | ૮-દુકાન
વાણીજ્ય |
૮૦.૦૦ |
આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા વેસ્ટ ઝોનના આસી. ટાઉન પ્લાનર એમ. આર. મકવાણા, શ્રી આર. એમ. વાછાણી તથા વેસ્ટ ઝોનનો તમામ ટેકનીકલ સ્ટાફ, જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ, રોશની શાખાનો સ્ટાફ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.