ભક્તો સુંદરકાંડના દિવ્યપાઠ શ્રવણ કરી ધન્ય બન્યા

હિન્દ ન્યુઝ, સોમનાથ
           શ્રી સોમનાથ મંદિર ખાતે પૂર્ણિમાં નુ વિશેષ માહાત્મય રહેલુ છે, કાર્તિકી પૂર્ણિમાં એ ભગવાન શિવ એ ચંદ્રને મસ્તક પર ધારણ કરેલ. ત્યાર થી પૂર્ણિમાં એ સોમનાથ મહાદેવના દર્શન વિશેષ ફળદાયી માનવામાં આવે છે, ભક્તો પુનમ ભરવાની બાધા રાખી પૂર્ણિમાં પર્વે સોમનાથ મહાદેવના દર્શનાર્થે શ્રદ્ધાભેર આવતા હોય છે.
સોમનાથ મંદિર પટાંગણમાં પૌરાણીક હનુમાનજી મંદિર છે, સોમનાથ આવતા ભક્તો પુર્ણિમાં એ સુંદરકાંડ પાઠનું શ્રવણ કરી દિવ્ય અનુભુતી કરી શકે તેવા શુભહેતુ સાથે દરમાસની પુર્ણિમાં એ સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવે છે.

આ પૂર્ણિમાં એ જય સિયારામ સુંદરકાંડ મંડળ સુત્રાપાડા તરફથી સુંદરકાંડના પાઠ સોમનાથ મહાદેવ તથા હનુમાનજી અને ઉપસ્થીત યાત્રીઓને શ્રવણ કરાવવામાં આવેલ, આ પાઠમાં શ્રી સોમાનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઇ દેસાઇ સહિત ભક્તો પણ જોડાયેલ હતા, અને તેઓ દ્વારા પણ સુંદરકાંડ ના પાઠ કરવામાં આવેલ હતા.

સુંદરકાંડ પૂજન બાદ સોમનાથ મંદિર પરિસરમાં સ્થિત હનુમાન મંદિર ખાતે વિશેષ પૂજન અને આરતી કરવામાં આવ્યા હતા. આતકે ગીર સોમનાથ જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ,સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment