બોટાદ જિલ્લામાં મતદાન જાગૃતિ માટે સિગ્નેચર કેમ્પેઈનનું આયોજન

હિન્દ ન્યુઝ, બોટાદ

    રાજ્યમાં આગામી ડિસમ્બરમાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે વધુમાં વધુ મતદાન થાય તેવા હેતુને સિદ્ધ કરવા તેમજ મતદાન જાગૃતિ માટે સિગ્નેચર કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે બોટાદ જિલ્લામાં વિવિધ સ્થળોએ આ કેમ્પેઈન કાર્યરત છે. જેમાં બોટાદવાસીઓ ઉત્સાહભેર જોડાઇને અવશ્ય મતદાન કરવાનાં સંકલ્પ સાથે હસ્તાક્ષર કરી રહ્યા છે. બોટાદની સરકારી હાઈસ્કૂલ ખાતે 100% મતદાનના ઉદ્દેશ સાથે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત સહી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેક લોકોએ સહી કરીને મતદાન કરવા નિર્ધાર કર્યો હતો.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment