હિન્દ ન્યુઝ, ભાવનગર
વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાવનગરમાં મતદાન મથકો ખાતે લઘુત્તમ સવલતો ઉપલબ્ધ થઈ રહે તે બાબતે જિલ્લા કલેક્ટર ડી. કે. પારેખની અધ્યક્ષતામાં આજરોજ તા. ૭ નવેમ્બર ના રોજ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં કલેકટરએ મતદાન મથકો ખાતે ખાતરીપૂર્વકની લઘુતમ સવલતો જેવી કે રેમ્પ, પીવાનું પાણી, પૂરતું ફર્નિચર, વીજળી, પુરવઠો જેવી સગવડતાઓ પ્રાપ્ત થાય તેમજ જરૂર જણાય યોગ્ય નિરાકરણ લાવવા જણાવ્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર બી. જે. પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા આયોજન અધિકારી બી.એમ.સીના સીટી એન્જિનિયર વગેરે ઉપસ્થિત રહ્યા હતા