ભુજ તાલુકાના ગોડપર ગામે રૂ. ૧. ૫૦ કરોડના ખર્ચે બનનારા ૩.૧૦ કિમીના રોડનું વિધાનસભા અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યના હસ્તે ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, ભુજ

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ભુજ તાલુકાના ગોડપર ગામે રસ્તાનું ખાતમુહૂર્ત વિધાનસભા અધ્યક્ષ ડો .નિમાબેન આચાર્યના હસ્તે કરવામાં આવ્યું હતું. અધ્યક્ષએ રૂ.૧. ૫૦ કરોડના ખર્ચે ભુજ તાલુકાના ગોડપર ગામથી ભારાસર સુધીના ૩.૧૦ કિમીના રોડનું  ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય એક દિવસીય જ્ઞાનયજ્ઞ કથા મહોત્સવમાં ભાગ લઈને આશીર્વચન મેળવ્યાં હતાં.

           આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી ગોડપર સરપંચ નારણભાઈ કાબરીયાનાયબ કાર્યપાલક ઈજનેર બી.ડી.પ્રજાપતિમદદનીશ ઈજનેર.કે.એમ.પટેલસર્વ અગ્રણી શિવજીભાઈભીમજીભાઇ જોધાણી, ડો.ભાવેશભાઇ  આચાર્ય,  રાજસ્થાન સરકારના પૂર્વ  ધારાસભ્ય મહેન્દ્રસિંહ રાઠોડ, સ્વામિનારાયણ બહેનોસર્વ અગ્રણીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યાં હતાં. 

 

Related posts

Leave a Comment