વેરાવળના કલા સાધકો માટે તાલુકા કક્ષાના કલા મહાકુંભ-૨૦૨૧માં ભાગ લેવાની ઉત્તમ તક

૦૬ થી ૫૯ વર્ષ સુધીના કલારસિકો વિવિધ વય જૂથમાં સ્પર્ધામાં ભાગ લેશે 

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ 

કલામહાકુંભમાં ભાગ લેવા માટે તા.૬ઠ્ઠી જાન્યુઆરી સુધીમાં એન્ટ્રી ફોર્મ મોકલવાના રહેશે 

રમત ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી દ્વારા તાલુકાકક્ષાએ કલા મહાકુંભનું ઓફલાઈન આયોજન થનાર છે. જેમાં વેરાવળ તાલુકાના ૦૬ થી ૫૯ વર્ષ સુધીના કલાકારો રાસ, ગરબા, લોક નૃત્ય, એક પાત્રીય અભિનય, સમૂહગીત, ચિત્ર કલા, નિબંધ, વકતૃત્વ, ભરત નાટ્યમ જેવી સ્પર્ધાઓમાં જુદા-જુદા વયજુથમાં ભાગ લઇ શકાશે. કલા મહાકુંભમાં ભાગ લેવા માટે તા.૦૬-૦૧-૨૦૨૨ સુધીમાં એન્ટ્રી ફોર્મ ભરી પાસબુક તથા આધાકાર્ડની નકલ સાથે જિલ્લા રમત ગમત કચેરી, સેવા સદન, ૩૧૩/૩૧૪ બીજો માળ, ઇણાજ ખાતે મોકલવાનુ રહેશે. વધુ માહિતી માટે યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત કચેરી, ગીર સોમનાથ મો.નં ૯૯૦૪૧૮૫૭૨૭ પર સંપર્ક કરવા જિલ્લા રમતગમત અધિકારી ગીર-સોમનાથની યાદીમાં જણાવાયુ છે. 

Related posts

Leave a Comment