કોણ બનશે સરપંચ ? ગીર સોમનાથ જિલ્લાના ૬ તાલુકા મથકના ૮ કેન્દ્રો પર આજે મતગણતરી : ચુસ્ત પોલીસ બંદોબસ્ત

હરિફાઈમાં રહેલ ૨૪૯ ગ્રામ પંચાયતના સરપંચ-સભ્યનુ ભાવિ મતપેટીમાંથી ખુલશે

હિન્દ ન્યુઝ, સોમનાથ

ગ્રામ્ય વિસ્તારમાં સરપંચની ચૂંટણીને લઈને ભારે રસાકસી ભર્યો માહોલ જોવા મળતો હોય છે. કોણ સરપંચ બનશે તેની ભારે ઈંતેજારી પણ હોય છે. જેનો આજે અંત આવી જશે. ગીર સોમનાથ જિલ્લાની હરિફાઈમાં રહેલ ૨૪૯ ગ્રામ પંચાયતના સરપંચ-સભ્યનુ ભાવિ મતદારી પેટીમાંથી ખલશે. આ ચૂંટણીમાં ૬૪૧ ઉમેદવારોએ સરપંચ પદ અને ૪૩૩૮ જેટલા ઉમેદવારોએ સભ્ય પદ માટે ઝુંકાવ્યું છે. આ સાથે તંત્ર દ્વારા મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

આ મતગણતરી ગીર સોમનાથ જિલ્લાના ૬ તાલુકા મથકોના ૮ કેન્દ્રો પરના કુલ ૮૮ ઓરડામાં ૧૦૧ ટેબલ પર કરવામાં આવશે.

મતગણતરી માટે ૯૯ ચૂંટણી અધિકારી, ૯૯ મદદનીશ ચૂંટણી અધિકારી અને ૫૬૫ જેટલા કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. ઉપરાંત સુરક્ષા માટે ૩૫૪ જેટલા પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યાં છે. સાથે જ કોવિડ-૧૯ પ્રોટોકોલને ધ્યાનમાં લઇ આરોગ્યકર્મીઓ મતગણતરી કેન્દ્રો ખાતે ઉપસ્થિત રહેશે. 

ગીર સોમનાથ જિલ્લાના ૮ મતગણતરી કેન્દ્રોમાં વેરવળમાં આઈ.ડી. ચૌહાણ હાઈસ્કૂલ, તાલાળાની શ્રી આલ્ફા વિદ્યા સંકુલ, સુત્રાપાડામાં બસ સ્ટેન્ડ પાસેની વી.વી. મંદિર હાઈસ્કૂલ, કોડીનારમાં ઉના રોડ પરની કુમાર-કન્યા શાળા, ગીર ગઢડામાં સરસ્વતી સંકુલ ખાતે અને ઉના તાલુકામાં ઉના પે-સેન્ટર શાળા-૩, ઉના શહેરી કુમાર શાળા, તથા શાહ એસ.ડી. સ્કુલના મુખ્ય ભવન ખાતે કરવામાં આવશે

 

Related posts

Leave a Comment