ઉના તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ જનસ્થિરતા પખવાડિયાની ઉજવણી

હિન્દ ન્યુઝ, ઉના

        વિશ્વ જનસ્થિરતા પખવાડિયાની ઉજવણી નિમિત્તે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉના ખાતે ઉના તાલુકાના છેવાડાના ગામો ના સગર્ભા બહેનો તથા જોખમી સગર્ભા બહેનો ની તપાસ અર્થે નિદાન કેમ્પ રાખવામાં આવેલ જેમાં અત્રેના સ્ત્રી રોગ વિશેષજ્ઞ ડોક્ટર ભક્તિ બેન સોની દ્વારા અંદાજિત 67 જેટલા લાભાર્થીઓએ નિ:શુલ્ક કેમ્પનો લાભ લીધો હતો તથા લાભાર્થીઓને માર્ગદર્શન તેમજ નિશુલ્ક નિદાન અને વિનામૂલ્યે દવાઓ આપવામાં આવેલ આ કેમ્પને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફિસ ઉના નો સ્ટાફ તથા ખિલખિલાટ અને ૧૦૮ એમ્બ્યુલસ ના સુપરવાઇઝર રંજનબેન દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ અને કેમ્પને સફળ બનાવેલ

રિપોર્ટર : હર્ષદ વાઢેર, ઊના

Related posts

Leave a Comment