NNS એવોર્ડ માટે તા.૨૮ જુન સુધી અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલય દ્વારા નેશનલ સર્વિસ સ્કિમ અંતર્ગત યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલય દ્વારા ૧૯૯૨-૯૩ થી નેશનલ સર્વિસ સ્કિમ (NNS) એવોર્ડ આપવામાં આવે છે. જે અન્વયે વર્ષ ૨૦૨૦-૨૧ માટે ૩ કેટેગરીમાં નોમિનેશન મંગાવવામાં આવે છે.

     જેમાં યુનિવર્સિટીઓ + ૨ કાઉન્સિલ, NNS એકમો અને પ્રોગ્રામ ઓફિસર તેમજ NNS સ્વયંસેવક (વોલેન્ટિયર્સ) આ ત્રણ કેટેગરી માટે લાગુ પડતા ઉમેદવાર અને યુનિવર્સિટી/સંસ્થાએ અત્રેની કચેરીના બ્લોગ એડ્રેસ http://dsosportsbvr.blogspot.com પરથી ફોર્મ મેળવી જરૂરી વિગતો તા.૨૮-૬-૨૦૨૧ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, બહુમાળી ભવન, એનેક્સી બિલ્ડિંગ, જી-૨, ભાવનગર ખાતે રૂબરૂ પહોંચાડવાની રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, ભાવનગર દ્વારા જણાવાયું. 

Related posts

Leave a Comment