હિન્દ ન્યૂઝ, કાલાવડ
સમગ્ર કાલાવડ તાલુકાના લોકસેવામાં હર હંમેશ અગ્રેસર રહેતા, માનવતાના ગુણોથી સંપન્ન એવા કાલાવડ તાલુકાના નામાંકિત જે. પી.એસ. સ્કૂલના વિદ્યાર્થીઓ, સ્ટાફ ગણ તેમજ જે.પી.એસ પરિવાર દ્વારા ધૈર્યરાજસિંહ ને સહયોગમાં 15000 રૂપિયા નું યોગદાન આપવામાં આવ્યું. નાની વયે બાળકોને બીજાને ઉપયોગી થતા તેમજ ‘એક ગુજરાતીના મદદમાં સૌ ગુજરાતી એમની સાથે છે.’ તે મહત્વનું ઉદાહરણ જે.પી.એસ. પરિવાર દ્વારા પૂરું પાડેલ છે.
આ તકે શાળાના પ્રમુખ સંજયભાઈ ડાંગરીયા, તાલુકા પંચાયતના પ્રમુખ એમ.પી. ડાંગરીયા તેમજ શાળાના આચાર્ય આર.એમ.દોંગા દ્વારા ક્ષત્રિય સમાજના યુવા અગ્રણી તેમજ નગરપાલિકા કોર્પોરેટર વિરેન્દ્રસિંહ જાડેજા તથા આર્મીમેન વિરભદ્રસિંહ જાડેજા (મુળીલા) ને દાન અર્પણ કરવામાં આવ્યું હતું.