ઉટવેલીયા ગામ ની ઘટના ના ઘેરા પ્રત્યઘાતો પડ્યા

દિયોદર 13 માસ ની બાળા પર દુષ્કર્મ મામલો આવેદનપત્ર પાઠવી રજુઆત કરી

હિન્દ ન્યૂઝ, દિયોદર

  બનાસકાંઠા જિલ્લા ના થરાદ તાલુકા ના ઉટવેલીયા ગામે થોડા સમય એક 13 માસ ની બાળા પર દુષ્કર્મ ની ઘટના સામે આવી હતી. જેમાં પોલીસ તંત્ર દ્વારા નરાધમ આરોપી ને ઝડપી પાડવામાં આવ્યો હતો પરંતુ આ બનાવ ને પગલે સમગ્ર જિલ્લા માં ઘેરા પ્રત્યઘાતો પડ્યા છે. જેમાં દરેક તાલુકા મથક ખાતે આરોપી ને કડક સજા થાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી રહી છે. જેમાં આજે દિયોદર મામલતદાર કચેરી ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચ દિયોદર તાલુકા દ્વારા આરોપી ને કડક સજા થાય તે માટે મામલતદાર ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. જેમાં મહિલા આગેવાન રેખાબેન ત્રિવેદી એ જણાવેલ કે આ વિસ્તાર માં આવી ઘટના સરમ જનક છે આવા આરોપી ને કડક સજા થવી જોઈએ. જેમાં આજે અમોએ ભાઈ બહેનો સાથે મળી ને રજુઆત કરી છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment