હિન્દ ન્યૂઝ, જામ ખંભાળિયા
જામ ખંભાળિયા ખાતે જલારામ બાપાની 140 મી પુણ્યતિથિ તેમજ ‘ઇન્ટરનેશનલ વુમન ડે’ નિમિત્તે ખંભાળિયાની સેવાભાવી સંસ્થા રોબિન હૂડ ગ્રુપ ની લેડીઝ ટીમ દ્વારા સ્લમ વિસ્તારમાં જઈ ‘ઇન્ટરનેશનલ વુમન ડે’ નિમિત્તે સ્લમ વિસ્તારની લેડીસ ના હાથે કેક કાપી તેની ઉજવણી કરી. તેમજ જલારામ બાપાની પુણ્યતિથી ના ભાગરૂપે ફૂડપેકેટ નાના બાળકોને આપી તેની ઉજવણી કરી. આ કાર્યક્રમમાં રોબિન હૂડ ગ્રુપ ના દિપ્તીબેન રૂઘાણી, પ્રીતિબેન વિઠલાણી, મનન કારીયા તેમજ વગેરે કાર્યકરો એ સેવા આપી હતી.
રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા